પૂત્ર એ મકાન પર હક જમાવી બધાને ઘરની બહાર કાઢી મુકયા જે ઘર ખાલી કરાવવા બાબત

હુ 63 વર્ષનો નિવ્રુત્ત છુ. મે મારી જીવનની કમાણી કરી ૧મકાન ખરીદેલ છે જે મારા નામે રાખેલ છે. જયાં હુ મારી પત્નિ અને ૨ પુત્રોના પરિવાર સાથે ૮ વર્ષથી રહેતા હતા. મારા મોટા પૂત્રના ૧ વાર લગ્ન થયીને છૂટાછેડા થયેલા છે. આ મોટા પુત્રો ૫ મહીના અગાઉ બીજા લગ્ન કરીને તેની પત્ની સાથે અમારી સાથે રહેતા હતા. બે મહિના પહેલા અમારી સાથે ઝગડો કરી તેની પત્ની સાથે મળીને, મને મારા પત્ની & નાના પુત્ર સાથે ઘરમાંથી બહાર કાઢી મૂકી ઘરે આવ્યા તો મારી નાખવાની ધમકી આપી છે. ત્યારે પછી પોલીસમાં મારામારીની ફરિયાદ કરી જેમાં નાના પુત્રને ફસાવી મને હેરાન કરે છે. ત્યારથી અમે અમારા પૂત્રીના ઘરે રહેવા ગયા. ત્યારબાદ ઘર પર હક્ક જમાવી બેસેલ છે. મારે મારૂ મકાન ખાલી કરાવવા કયા અરજી કરવી જેથી મને મારૂ મકાન જલ્દીથી પાછું મળે.